Close

History Of Gujarati Samaj

 

જ્યા જ્યા વસે ગુજરાતી ત્યાં સદા ગુજરાત

              ગુજરાત રાજ્ય ના અલગ – અલગ પ્રાંતો માંથી વિવિધ પ્રવૃતિઓ માટે જયપુર આવીને વસેલા ગુજરાતી ભાઈઓએ ઈ.સ. ૧૯૧૫ના અરસામા એક મંડળની સ્થાપના કરેલ જેને ગુજરાતી સમાજની સંજ્ઞા આપવામા આવી. આમ અત્યારના ગુજરાતી સમાજના શ્રી ગણેશ ઈ.સ. ૧૯૧૫ ના અરસામા થયેલ એમ કહીએ તો યથાર્થ ગણાય. 

           ત્યારબાદ ભાડાના મકાનમા ગુજરાતી સમાજની કાર્યવાહી ચલાવવામા આવતી. વર્ષો બાદ તા. ૧૭.૧૨.૪૭ ના રોજ શાળા ભવનનું શિલાન્યાસ મુહુર્ત તે વખતના ઉપ-પ્રધાનમંત્રી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ( લોહ પુરૂષ ) ના વરદ હસ્તે કરવામા આવ્યું. 

          શ્રી ગુજરાતી સમાજના ભવનનું શિલાન્યાસ તા. ૨૭.૩.૧૯૬૦ ના રોજ રાજસ્થાન સરકારના મુખ્યમંત્રી શ્રી મોહનલાલ સુખાડિયા ના વરદ હસ્તે કરવામા આવ્યો. ત્યારબાદ આ ભવનનું ઉદઘાટન તા. ૫.૮.૧૯૬૨ ના રોજ ભારત સરકારના તે વખતના આંતરરાષ્ટ્રીય ખાતાના મંત્રી શ્રી મનુભાઈ શાહના વરદ હસ્તે કરવામા આવેલ. 

             શ્રી ગુજરાતી સમાજનો ઈતિહાસ સુખદ અને પ્રગતિના પંથે આગળ વધતો જ રહ્યો ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી માધવસિંહ સૌલંકી તેમજ રાજસ્થાન સરકારના મુખ્યમંત્રી શ્રી શીવચરણ માથુરે પણ સમાજની મુલાકાત લીધેલી છે. આર્થિક ક્ષેત્રે જ્યારે જ્યારે જરૂરીઆત ઊભી થઈ ત્યારે-ત્યારે તેની પૂર્તિ દાનવીરોના સહયોગથી થતી રહી. શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ પણ ગુજરાતી સમાજની મુલાકાતે પધારેલ. સમાજની વ્યવસ્થા જોઈ ખુબ જ પ્રભાવિત થયેલ અને ગુજરાત સરકારને એક લાખ રૂપિયાની સહાયતા આપવા માટે ભલામણ કરેલ. સવંત ૨૦૪૦ ના અરસામા આ રકમ સમાજને મળી ગયેલ. 

ભાડાના મકાનમા બે ધોરણ સુધીના અભ્યાસથી શરૂ થયેલ પ્રાથમિક શાળા અત્યારે સિનીયર સેકેંડરી સ્કૂલમા પરિણમી છે. અને રાજસ્થાન સરકારના શિક્ષા વિભાગમાથી કાયમી માન્યતા મળેલ છે. રાજસ્થાન સરકાર તરફથી ગુજરાતી સમાજને માનસરોવર કોલોનીમા સસ્તા ભાવે અંદાજે ૪૦૦૦ મીટર જમીન સ્કૂલ બનાવવા માટે આપવામા આવેલ.

 

        આ જમીન ઉપર શાળા ભવનનું બાંધકામ અત્યારે પ્રગતિ ઉપર છે. શાળા ભવનના ખર્ચ ને પહોચવા માટે જેમ ભૂતકાળમા દાન-દાતાઓ આગળ આવેલ તેવી જ રીતે અત્યારે પણ ખુલ્લા મનથી દાન-દાતાઓ આગળ આવશે તેવી આશા સમાજ આપ સર્વે પાસે રાખે છે. 

       ઉતર ભારતમા મહત્વનુ સ્થાન ધરાવતા જયપુરમા ગુજરાતી સમાજને ખુબ જ સન્માનથી જોવામા આવે છે. આવનાર અતિથિઓની સગવડતા પુરી પાડવા માટે અત્યારે A.C. વાળા ડબલ બેડના ૨૦ રૂમો,  3 થી ૭ બેડના ૫ રૂમો છે. કુલર તથા સાદા ડબલ બેડના ૩૦ રૂમો તેમજ નાના મોટા થઈને ૧૧ હોલ છે. બે ડોરમેટરી હોલ પણ છે જેમા પલંગની સગવડતા છે. 

નીચે મુજબની સગવડતા આવનાર અતિથીઓને મળે છે.

ગુજરાતી સમાજ દ્વારા જયપુરના સભ્યોને પણ સમય સમય ઉપર પ્રોત્સાહન આપવામા આવે છે. જેમ કે …… 

Gujarati Samaj Bhavan

S 32, Panch Batti, Behind Raj Mandir Cinema, Mahavir Marg, M I Road, Jaipur, Rajasthan - 302001​

+91 9314303375